લોકડાઉન ના સમય માં ઓનલાઇન રાજયોગ શિબિર

ભાવનગર સેવાકેન્દ્ર દ્વારા લોકડાઉન ના સમય માં ભાવનગર ના ભાઈઓ બહેનો માટે ઓનલાઈન રાજયોગ શિબિર નું આયોજન Zoom એપ્લિકેશન ના માધ્યમ થી કરવામાં આવ્યું જેમાં 70 જેટલા શિબિરાર્થીઓ એ ભાગ લીધો.જેનું સફળતા પૂર્વક સંચાલન બ્રહ્માકુમારી નમ્રતાબેન દ્વારા કરવામાં આવ્યું.

કલમ ૩૭૦ અને ૩૫-એ નાબુદી માટેની ભારત ની સર્વ પ્રથમ રેલી માં બ્રહ્માકુમારીઝ ભાવનગર નું ભારતમાતા સાથે સ્વાગત તથા સન્માન

શ્રી જીતુભાઈ વાઘાણી(ગુજરાત અધ્યક્ષ બી.જે.પી.) ના જન્મ દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી -ભાવનગર તથા ૧૦૦ જેટલી વિભિન્ન સામાજિક સંસ્થા દ્વારા કલમ ૩૭૦ અને ૩૫-એ નાબુદી ના સમર્થન માં ભારત ની સર્વ પ્રથમ રેલી કાઢવામાં આવી જેમાં બ્રહ્માકુમારીઝ ભાવનગર નું ભારતમાતા સાથે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.આ રેલી માં ૨૦૦૦૦ જેટલા લોકો જોડાયા હતા.

ચિત્રા જી.આઈ.ડી.સી.-ભાવનગર સેવાકેન્દ્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ માં રક્ષાબંધન

ચિત્રા જી.આઈ.ડી.સી.-ભાવનગર સેવાકેન્દ્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ માં ઈશ્વરીય સંદેશ આપી રક્ષાબંધન કરતાં બ્રહ્માકુમારી નમ્રતાબેન તથા બ્રહ્માકુમારી કોમલબેન

ચિત્રા જી.આઈ.ડી.સી. સેવાકેન્દ્ર-ભાવનગર દ્વારા જન્માષ્ટમી પર્વ ની ઉજવણી

ભાવનગર ચિત્રા જી.આઈ.ડી.સી. સેવાકેન્દ્ર દ્વારા જન્માષ્ટમી ઉત્સવ માનવમાં આવ્યો જેમાં બધા ભાઈઓ બેહનો ને ઈશ્વરીય સંદેશ આપતા રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિબેન તથા જન્માષ્ટમી નું  અધ્યાત્મિક રહસ્ય સમજાવતા બ્રહ્માકુમારી નમ્રતાબેન.આ ઉત્સવ માં વિશેષ જાંખી તથા મટકીફોડ નું આયોજન કરવામાં આવ્યું હતું